દિપાંકર દાસ, કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નિર્દયી પુત્રે તેના વૃદ્ધ લાચાર પિતાની પીટાઈ કરી છે. વીડિયો હાલ વાઈરલ થતા પુત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. આ વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના વ્યક્તિની આંખોમાં પણ આંસુ આવી જાય. આ સાથે ગુસ્સો પણ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર 24 પરગણાના અશોકનગર બિલ્ડિંગ વળાંક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક નાપાક પુત્ર તેના વૃદ્ધ પિતાને એક પછી એક થપ્પડ મારી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જલ્લાદ પુત્ર બાપનો કોલર પકડીને તેમને થપ્પડ મારી રહ્યો છે. આ વીડિયોને પાસે જ રહેતા કોઈ વ્યક્તિએ રેકોર્ડ કરી લીધો અને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી નાખ્યો. જેને જોઈને લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. 


દેશમાં ચારેબાજુ આ પુત્રની નિંદા થઈ રહી છે. લોકોએ હેવાન પુત્રના ઘરે જઈને હોબાળો મચાવ્યો. પુત્રનું નામ પ્રદીપ બિસ્વાસ છે અને તે અશોકનગર મ્યુનિસિપાલટીના ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે. વાત માત્ર એટલી જ હતી કે પિતા માણિકલાલ બિસ્વાસે પત્ની બન્દના બિસ્વાસને મીટાઈ ખવડાવી દીધી. આરોપી પુત્રનું કહેવું છે કે માતા ડાયાબિટીસથી પીડાય છે અને જ્યારે તેને ખબર પડી કે પિતાએ જાણી જોઈને મીઠાઈ ખવડાવી દીધી તો પ્રદીપનું મગજ ગરમ થઈ ગયું.


હાલ તો આ ઘટના બાદ વિસ્તારના લોકોએ અશોકનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ આવી અને તરત આરોપી પ્રદીપને ઉઠાવીને લઈ ગઈ. હેવાન પુત્રને ગઈ કાલે બારાસાત કોર્ટમાં રજુ પણ કરાયો. લોકોની માગણી છે કે પુત્રને બરાબર સજા મળે.